/connect-gujarat/media/post_banners/1da528900089a0a180f904a4f6566bc80dc2af87de94c7e8c2badfe7ca28f7cc.jpg)
ભરૂચના ઐતિહાસિક રતન તળાવનું રત્ન એવા 100 વર્ષના દુર્લભ કાચબાનું મોત નીપજ્યું હતું. પાલિકાએ બજેટમાં આ વખતે રતન તળાવના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ કરી છે જે હરહમેશની જેમ માત્ર કાગળ પર જોવા મળી રહી છે.
ભરૂચનીઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા 100 વર્ષના એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.સ્થાનિકો 14 વર્ષથી રતન તળાવના શુદ્ધિકરણ અને અલભ્ય કાચબાઓના સંરક્ષણની માંગ સાથે લડત ચલાવી રહ્યાં છે. તંત્રએ અત્યાર સુધી કરોડો રૂપિયાની જોગવાઈ રતન તળાવ માટે કરી છે.તેમ છતાં અત્યાર સુધી કેટલાય કચબાઓના મોત થયા છે અને રતન તળાવનો વિકાસ કે તેમાં રહેલા કાચબાઓના રક્ષણ અંગે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ભરૂચ પાલિકાએ આ વખતના બજેટમાં પણ ઐતિહાસિક રતન તળાવ માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ કરી છે પણ વર્ષોથી કરોડોની જોગવાઈ અને જાહેરાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને બીજી તરફ કાચબા મોતને ભેટી રહ્યાં છે.