Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી અંતર્ગત ડાક કોમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું.....

X

ભરૂચના GNFC નર્મદા હોલ ખાતે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોને પોસ્ટ ઓફિસને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા ડાક કોમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોસ્ટ વિભાગનો ઇતિહાસ ઘણો જૂનો છે. ડિજિટલ યુગ પહેલા પોસ્ટ વિભાગનું મહત્વ ઘણું બધું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી ટપાલએ સંદેશા વ્યવહાર માટેનું માધ્યમ ગણાતું હતું, પરંતુ આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સંદેશા મોકલવા માટે ઇમેલ, મેસેજ કે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે. તેમ છતાં આજના યુગમાં ટપાલ વિભાગની કામગીરી પ્રભાવશાળી છે. ટપાલ વિભાગ પણ નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને વિવિધ ઓનલાઇન સેવાઓ લોકોને ઘેર બેઠા પહોંચાડી રહ્યું છે. ત્યારે ભરૂચ પોસ્ટ વિભાગ દ્વારા વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના ભાગ રૂપે તા. 9થી 13 ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરવામાં આવનાર છે. જે દિવસના ભાગરૂપે 10મી ઓક્ટોબરના રોજ સશક્તિકરણ ઉજવણી અંતર્ગત લોકોને પોસ્ટ ઓફિસની લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા GNFC નર્મદા હોલ ખાતે ડાક કોમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે નર્મદાનગરના સીઈઓ એ.સી.શાહ, રિજનોલ ઓફિસર મલેક,પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 20 હજાર જેટલા બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતાં.

Next Story