Connect Gujarat
ભરૂચ

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા દિવસ અંતર્ગત મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા...

ભારતને આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા દિવસ અંતર્ગત મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા...
X

આજે 14મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને દેશ આઝાદ થયો હતો. પરંતુ આઝાદી વખતે ભારત માતાની ભુજાઓ આ દિવસે જ કપાઈ ગઈ. આ દિવસે ભારતે આઝાદી તો મેળવી પણ અખંડ ભારતના વિભાજનનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી લાખો લોકો અપરંપાર પીડાનો ભોગ બન્યા હતા.

તા. 14મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારતથી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા.

આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વડોદરાના પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને મસાલ રેલી અને ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વાર ઝાડેશ્વરના ઉમા ભવન ખાતેથી મસાલ રેલી નીકળી ઝાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી આજની પેઢીને ભારતની સ્વતંત્રતા અને ભાગલા વિશે પૂરતી જાણકારી મળી રહે તેવા પ્રયાસ કર્યા હતા. વિભાજન વિભિષિકા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નીરલ પટેલ, ભાજપ યુવા પ્રમુખ રૂષભ પટેલ, નિશાંત મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story