/connect-gujarat/media/post_banners/21aeb12c4918a6007cd6c4023c69aa2c37d31a3bbea487b71cb7342b4da7492a.jpg)
તપોવન સંકુલ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન
જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ યોજાય
બાળ વૈજ્ઞાનિકો દ્વારા 200થી વધુ પ્રોજેક્ટ રજૂ કરાયા
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંકુલ ખાતે જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોએ 200 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સ૨કા૨ પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર-ભરૂચ દ્વારા જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2023નું આયોજન ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને ભરૂચના તપોવન સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તપોવન સંકુલ ખાતે આયોજિત જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં 10થી 17 વર્ષના જિલ્લાના વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ થયેલ 4,500 સંશોધનાત્મક પ્રોજેક્ટમાંથી શોર્ટ લીસ્ટ કરાયેલ 200 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં 10થી વધુ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.