ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન

આજરોજ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન

આજરોજ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરી તેમજ શાળા કોલેજમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા

સ્વતંત્રતા દિવસના આ પર્વ પર ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ભરૂચ જિલ્લા ભાજપના કાર્યાલય પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાંસદ મનસુખ વસાવાએ ધ્વજવંદન કર્યું હતું.આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબહેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ નગર સેવા સદન ખાતે પણ આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અમિત ચાવડાએ ધવ્જવંદન કર્યું હતું. આ પ્રસંગે નગર સેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર નગર સેવા સદન ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવાએ ધ્વજવંદન કર્યું હતું. આ સાથે જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલે ધ્વજવંદન કર્યું હતુ. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડો.કૃણાલ ચાંપાનેરિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

ભરૂચની નબીપૂર ગ્રામપંચાયત ખાતે પણ ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો જોડાયા હતા

સ્વતંત્રતા પર્વની ઉજવણી ભરૂચના પાલેજ ગામ ખાતે પણ કરવામાં આવી હતી.જેમાં ગામના ઉપસરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકામાં પણ આન-બાન અને શાન સાથે આઝાદીના 77મા મહાપર્વની ઊજવણી કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસરના આગેવાનો, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories