ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ યોજાયો, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

New Update
ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ યોજાયો, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

ભરૂચ શહેરની રંગ લોર્ડ્સ ઇન હોટલ ખાતે ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ ભરૂચ શહેરની રંગ લોર્ડ્સ ઇન હોટલ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સુરેશભાઈને હું ૧૯૯૫થી ઓળખું છું. ત્યારબાદ ૧૯૯૮થી ભરૂચ લોકસભાના સાંસદ તરીકે આવતા તેમની સાથે નાતો વધુ મજબુત બન્યો છે. સુરેશભાઈ માટે પડકારો અને સંઘર્ષ આવ્યાને ગયા બાદ હવે તેમનું જીવન ઘડતર થયું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને સમૃદ્ધિ અને આત્મનિર્ભર બનાવવાના શિખરે લઇ જવાની પહેલમાં સહકાર પણ એક ભાગ છે. જેમાં સુરેશભાઈ આહીર સહકારી ક્ષેત્રે પ્રવૃત્તિમય રહે તેવી સૌની લાગણી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું. તો બીજી તરફ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સુરેશભાઈ આહીર VHP માટે તેમને યાદ કરૂ તો તેઓ હંમેશા તત્પર હોય છે.

દરેકને સમસ્યા એ જીવનપર્યંત રહેતી હોય છે. પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ જણાવ્યું હતું કે, આજે સુરેશભાઈ આહીરની પ્રવૃત્તિને સહારવાનો કાર્યક્રમ છે. હવે સુરેશભાઈ સંપૂર્ણ હવે સહકાર ભાવનાથી પ્રવૃત રહે એવી લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, કોલેજકાળમાં GSથી લઈને સહકારી ક્ષેત્રે ડીરેક્ટર સુધી સુરેશભાઈનું પૂરેપૂરી સંપૂર્ણ સલાહ અમને મળતી રહી છે. તેઓ ભલે નિવૃત થયા પણ હવે તેમના માથે મોટી જવાબદારી આપવાના છે.

સુરેશભાઈ આહીરે અંતે ૩૮ વર્ષની નોકરીના જીવનકાળના અભિપ્રાયો આપ્યા હતા. આ પ્રસંગે લઘુ ઉદ્યોગના રાષ્ટ્રીય પ્રમુખ બલદેવ પ્રજપતિ, જીવણ ગોલે, એન.જે.પટેલ, મનોજ આણંદપુરાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જીલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો, આમંત્રિતો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories