ભરૂચ : નેત્રંગના જવાહર-ગાંધી બજારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ગ્રામ પંચાયત કચેરી ગજવી...

ભરૂચ : નેત્રંગના જવાહર-ગાંધી બજારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ગ્રામ પંચાયત કચેરી ગજવી...
New Update

નેત્રંગના જવાહર-ગાંધી બજારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

લોકોએ ધંધા રોજગાર બંધ રાખી આંદોલનનું રણસિંગુ ફુક્યું

સૂત્રો સાથે રેલી યોજી સ્થાનિકોની ગ્રામ પંચાયતમાં રજૂઆત

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના જવાહર બજાર તેમજ ગાંધી બજાર સહિતના આસપાસના વિસ્તારના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવે રેલી યોજી ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી.

ભરૂચના નેત્રંગ પંથકના જવાહર બજાર તેમજ ગાંધી બજાર સહિતના આસપાસના વિસ્તારના સ્થાનિક વેપારીઓ છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે. ગાંધીબજાર અને જવાહર બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતોથી રસ્તાની હાલત બદતર બની ચુકી છે, તેમજ ખુલ્લી ગટરોની સમસ્યા પણ પારાવાર જોવા મળે છે. જોકે, તંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી. અગાઉ પણ સ્થાનિકોએ જે તે વિભાગમાં ધસી જઈ ઉગ્ર રજુઆત કરી હતી, ત્યારે આજે તમામ સ્થાનિકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા હતા. નેત્રંગના ગાંધીબજાર વિસ્તાર તેમજ જવાહર બજાર વિસ્તારના વેપારીઓ સહિત આસપાસના સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી.

#Bharuch #ConnectGujarat #facilities #Gram Panchayat office #Netranga Jawahar-Gandhi market
Here are a few more articles:
Read the Next Article