Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની કરાય ઉજવણી,ઈદની નમાઝ અદા કરવામાં આવી

આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચના આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર છે.હાલમાં વરસાદી માહોલ છે ત્યારે ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ મોકૂફ રાખવામા આવી હતી. તો બીજી તરફ આમોદ ખાતે ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવવામાં આવી હતી

Next Story