Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી ગોવર્ધન રૂગ્ણાલય ખાતે ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું...

ભરૂચ શહેરના શ્રી ગોવર્ધન રૂગ્ણાલય ખાતે GNFC કંપનીના સહયોગથી CSR અંતર્ગત ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના શ્રી ગોવર્ધન રૂગ્ણાલય ખાતે GNFC કંપનીના સહયોગથી CSR અંતર્ગત ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની ABC ચોકડી નજીક આવેલ શ્રી ગોવર્ધન રૂગ્ણાલય ખાતે GNFC કંપનીના સહયોગથી CSR અંતર્ગત ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના DDO તેમજ વહીવટી તંત્રના સફળ પ્રયાસોના ફળસ્વરૂપે ભરૂચની GNFC કંપનીની પેટા કંપની નરદેશ દ્વારા ભરૂચમાં ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન રૂગ્ણાલયને ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટ અર્પણ કર્યો છે. જેનાથી આવનાર દિવસોમાં ગોવેર્ધન હોસ્પિટલ સરકારની માન્ય આરોગ્ય સેવા લક્ષી સ્કીમો જેવી કે, આયુષમાન, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વગેરેનો ભરૂચ તથા આસપાસના આર્થિક રીતે નબળા દર્દીઓને લાભ મળશે. શ્રી ગોવર્ધન પ્રભુની કૃપાથી વર્ષ 1988માં શ્રી ગોવર્ધન રૂગ્ણાલય સ્થાપવા અંગેની પ્રેરણા સ્વપનદ્રષ્ટા ગો.વા. ચંદુલાલ નાનાલાલ શેઠને મળી હતી. જેથી તેમણે ધન, સંપતિ સમૃદ્ધિને સદમાર્ગે વાળવાનો નિર્ધાર કરતાં જરૂરિયાતમંદ જનસમુદાયને તેનો સીધો લાભ મળી શકે. વર્ષ 1992માં ગોવર્ધન રૂગ્ણાલય સાકાર થયું. જોકે, શરૂઆત OPDથી કરવામાં આવી હતી. ત્યારબાદ અહી ઓપરેશન થિયેટરની સુવિધા, એક્સ-રે, લેબોરેટરી, ફિજીયોથેરિપિ, ડેન્ટલ-કેર, આ.સી.યુ. વિભાગની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. શ્રી ગોવર્ધન હોસ્પિટલમાં નિયમિત એમડી સર્જન, ફિજીશયન, ગયાનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક, ડેન્ટિસ્ટ, ફિજીયોથેરિપિસ્ટ સહિતના નિષ્ણાતોની સેવાઓ દર્દીઓને અધ્યતન સારવાર ખૂબ જ નજીવા દરે પ્રાપ્ત થાય તેનું સતત ધ્યાન ગોવર્ધન રૂગ્ણાલયના ટ્રસ્ટીગણ રાખે છે. આ પ્રસંગે શ્રી ગોવર્ધન રૂગ્ણાલયના ટ્રસ્ટીગણ, ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ તથા GNFC કંપનીના હેડ નીતીશ નાયક સહિત ગણમાન્ય મહાનુભાઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story