New Update
/connect-gujarat/media/post_banners/d343f4debd0c9cdab8b69317aabd898cc43e49face00422c4cfab00b363a2ba4.jpg)
ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રીના અચાનક વાતાવરણ આવેલા પલ્ટા બાદ વાવાઝોડા અને ગાજ વીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો.ત્યારે ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારેય બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની નહિ નોંધાઈ હતી.
Latest Stories