ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ - ઇનર વ્હીલ ક્લબનું આયોજન
મનુબરવાલા મુન્શી સ્કૂલ ખાતે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાય
આપતકાલીન સમયમાં લોકોની સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચની મનુબરવાલા મુન્શી સ્કૂલના પટાંગણમાં ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મુન્શી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાસ્તવમાં અકસ્માત થાય, મોટી હોનારત સર્જાય, આગ લાગે ત્યારે જે તે પ્રિમાઇસીસને કેવી રીતે બચાવી શકાય, પ્રિમાઇસમાં માનવ જીવનને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢી શકાય, માલ મિલકતનું નુકશાન કેવી રીતે અટકાવી શકાય તે અંગે ભરૂચ નગરપાલીકાના સેફ્ટી ઓફીસર તેમજ કર્મચારીઓ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગ ગઢવી, ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ઇલા આહિરે તેમજ ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચની સભ્ય બહેનો, મુન્સી સ્કુલના ફાઉન્ડર ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહ તથા ટ્રસ્ટીગણ સહિત શાળાના આચાર્ય ઝેનબ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.