Connect Gujarat
ભરૂચ

ભરૂચ : છેલ્લા 17 વર્ષથી આછોદથી દેણવા જતો માર્ગ બન્યો અતિ બિસ્માર, વાહનચાલકોને હાલાકી..!

X

આમોદના આછોદથી દેણવા ગામનો રોડ બિસ્માર

છેલ્લા 17 વર્ષથી માર્ગ નહીં બનતા ભારે હાલાકી

માર્ગ નહીં બને તો ગ્રામજનોની આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામથી દેણવા જવાનો રોડ છેલ્લા 17 વર્ષથી નહીં બનતા મછાસરા, માંગરોળ, વલીપોર, એટમપુરા, દેણવા ગામના રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આછોડ ગામથી દેણવા ગામ તરફ જતો 10 કિમીના રોડ નું પેચિંગ કાર્ય કરવા માટે 4 ગામોના સરપંચો દ્વારા વહીવટી તંત્રને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી થતી નથી.

સરપંચોના જણાવ્યા મુજબ, છેલ્લા 2 વર્ષથી કામગીરીને મંજૂરી મળી છે, તેમ છતાં અહીનો માર્ગ નિર્માણ પામ્યો નથી. એટલું જ નહીં, અહીના માર્ગ પર 4થી 5 ગામોમાં આપાતકાલીન સમયે કોઈ વાહન કે, એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી. ચોમાસા દરમિયાન પણ અહી રેલ સંકટ હોવાથી પાણી પર ભરાય જાય છે, જ્યારે આ રોડ પર મોટા ભારદારી વાહનો પણ પસાર થાય છે. જેથી કેટલીક વાર અકસ્માતો પણ સર્જાય છે, ત્યારે વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story