Connect Gujarat
ભરૂચ

ભરૂચ: લુપ્ત થતી ચકલીને બચાવવા વિનામૂલ્યે પાણીના કુંડાનું કરાયુ વિતરણ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરજનોને ચકલીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.

આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી.. ચી.. કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલી પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં. પહેલા ચકલીઓ ઘરમાં નળિયા તથા છાપરા, દિવાલ ઘડીયાળ અને ફોટાઓ પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા અને છતવાળા મકાનો થઈ જતાં ચકલીઓ માળો બાંધી શકતી નથી, ત્યારે હવે ચકલી લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ચકલીઓને બચાવવી ખૂબ જ જરૂરી છે, ત્યારે આજે તા. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે ચકલીઓને પાણી પીવડાવવા માટેના માટીના કુંડા નગરજનોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ,મહેન્દ્ર કંસારા,જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય અનિલ રાણા, જાયન્ટસ ગ્રુપના યોગીતા રણા,તાલુકા પચાયતના સભ્ય મેહુલ જોશી,ઈન્દીરા રાજ,ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story