Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ, ઉત્સાહભેર કર્યું મતદાન

ભરૂચ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.

X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના બોર્ડ સભ્યોની ચૂંટણી માટેનું મતદાન ભરૂચ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના બોર્ડના વિવિધ સવર્ગના સભ્યોની ચૂંટણી માટે મતદાનની વ્યવસ્થા હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે કુલ ત્રણ બુથમાં કરવામાં આવી હતી.

જેમાં વિવિધ શૈક્ષણિક સંગઠનો ઉપરાંત વાલી મંડળના 2384 મતદારો હતા. આ પ્રસંગે મતદાન મથકે ભરૂચ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું.

Next Story
Share it