ભરૂચ : માધ્યમિક શાળા કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની સાધારણસભા યોજાઇ

ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે મળી સાધારણ સભા, વાર્ષિક હિસાબો અને આર્થિક અહેવાલ રજુ કરાયો

New Update
ભરૂચ : માધ્યમિક શાળા કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીની સાધારણસભા યોજાઇ

ભરૂચ - નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કો. ઓ. ક્રેડિટ સોસાયટીની 54મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ ડીસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે મળી હતી.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટે કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી કાર્યરત છે. આ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ યોજાઇ હતી. સોસાયટીના ચેરમેન પ્રવિણસિંહ રણાએ સંસ્થાનો આર્થિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીના નવા સભાસદોને આવકાર આપવામાં આવ્યો હતો. ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના એમડી તરીકે વરણી થતાં અજયસિંહ રણાનું તેમજ નિવૃત થઇ રહેલાં સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. રજનીકાંત રાવલ, સહકારી સંઘના પ્રમુખ ભરતભાઈ, જગદીશ પરમાર સહિતના આગેવાનો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Latest Stories