ભરૂચ: જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે આલિયાબેટની લીધી મુલાકાત, મતદારો સાથે કરી વાતચીત

New Update
ભરૂચ: જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે આલિયાબેટની લીધી મુલાકાત, મતદારો સાથે કરી વાતચીત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (IAS)એ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લીધી હતી. ૧૫૧-વાગરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી મહિપતસિંહ ડોડીયાએ અહીં ઉભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા. કૌરે બેટવાસી મતદારો સામૂહિક મતદાન સાથે સો ટકા મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

Advertisment

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૂપ્રિયા ગાંગૂલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, ત્યારે જનરલ ઓબ્ઝર્વરે આજે આલિયા બેટની મુલાકાત લઈ અહીં રહેતા જન સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

Advertisment