ભરૂચ: ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર અને સેફ્ટીના પ્લાન્ટનુ લોકાર્પણ કરાયુ, GNFC દ્વારા કરવામાં આવ્યુ સેવા કાર્ય

New Update
ભરૂચ: ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર અને સેફ્ટીના પ્લાન્ટનુ લોકાર્પણ કરાયુ, GNFC દ્વારા કરવામાં આવ્યુ સેવા કાર્ય

ભરૂચના કુકરવાડા સ્થિત ચિલ્ડ્રન હોમ ખાતે જી.એન.એફ.સી.કંપનીના સી.એસ.આર ફંડ હેઠળ રૂપિયા ૧૫ લાખના ખર્ચે ફાયર અને સેફ્ટીના પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો છે જે ફાયર અને સેફ્ટીના પ્લાન્ટનું ફંકશનલ હેડ નિતેશ નાયક અને સી.એસ.આર. ડીપાર્ટમેન્ટનાં આસિસ્ટન્ટ મેનેજર રોહિતકુમાર સિંગના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણના કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકારી પ્રમુખ જગદીશ ભાવસાર, સંસ્થાના મંત્રી મનુભાઇ ભટ્ટ અને ખજાનચી. પિનાકીન કંસારા, મુકેશ રાઠવા અને આમંત્રિતો, સ્ટાફ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories