Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચૂંટણી ફરજમાં રોકાયેલ સરકારી કર્મચારીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ, પોસ્ટલ બેલેટ પેપરથી કર્યું મતદાન...

પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

આગામી તા. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, ત્યારે આ પૂર્વે ચૂંટણી કાર્યમાં ફરજ બજાવતા ભરૂચ જીલ્લાના પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ આજરોજ પોસ્ટલ બેલેટ થકી જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠકો ઉપર મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ, ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજ તેમજ અંકલેશ્વરના માં શારદા ભવન ખાતે પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ, હોમગાર્ડ અને GRD જવાનોએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વહેલી સવારથી જ સરકારી કર્મચારીઓએ મતદાન કેન્દ્રો પર મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.

Next Story
Share it