આઝાદીના અમૃત મહોત્સવમાં હર કોઈ ભાગ લઈ રહ્યું છે તે હર ઘર તિરંગાની પહેલ શરૂ કરવામાં આવી છે જેના ભાગ રૂપે ભરૂચ શહેરની યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જાણ જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘેર-ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ બી એસ યુનિયન સ્કૂલ દ્વારા દેશની અખંડતા અને એકતાના પ્રતિક રૂપ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના આચાર્ય વિજયસિંહ સીંધાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જન જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી બી.એસ યુનિયન સ્કૂલથી નીકળી શહેરના મધ્યમાં પાંચ બત્તી થી સોનેરી મહેલ જૈન દેરાસર થઈ સ્કૂલ પટાંગણમાં પરત ફરી હતી.