ભરૂચ: ઇતિહાસને ઉજાગર કરવા યોજાયો હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ,200 સ્પર્ધકોએ લીધો લાભ

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઇનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: ઇતિહાસને ઉજાગર કરવા યોજાયો હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ,200 સ્પર્ધકોએ લીધો લાભ
New Update

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઇનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ વિવિધ કલુ થકી જીલ્લાની હેરીટેજ સાઈટ સુધી પહોચી ઈનામો જીત્ય હતા.

ભરૂચ એ સૌથી જુના નગરોમાંનું એક છે. અને ભરૂચમાં ૨૦ થી વધુ હેરીટેજ સાઈટો આવેલી છે આ સાઈટો અંગે યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ ભરૂચના ઇતિહાસને સમજે તે હેતુથી ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા હેરીટેજ ટ્રેઝર હંટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોટ વિસ્તાર ખાતેથી આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૪૨ જેટલી ટીમોના ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.એક કલ્યું આપવામાં આવી હતી. જેના આધારે તેઓએ જે તે હેરીટેજ સાઈટ ઉપર પહોચવાનું હતું.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભરૂચ સીટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, ઇનર વ્હીલ કલબના પ્રમુખ રીઝવાના ઝમીનદાર પ્રોજેક્ટ ચેરમેન અર્ચના પટેલ, જન શિક્ષણ સંસ્થાનના ઝૈનુલ સૈયદ, નીતિન ભટ્ટ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ભરૂચના ઈતિહાસ સાથે સંકળાયેલ શ્રેષ્ઠીઓનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો. ડો. નરોત્તમ વાળંદ, પ્રો. મીનલ બહેન દવે તથા ભરૂચના છેલ્લા નવાબના વંશજ ડો. મોહસીન ખાનનું સન્માન કરાયું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ ૫ હજાર, દ્વિતીય ઇનામ ૩ હજાર અને તૃતીય ઇનામ ૨ હજાર પુરષ્કાર રૂપે આપવામાં આવ્યું હતું.

#Bharuch #ConnectGujarat #BeyondJustNews #contestants #advantage #Heritage Walk #Bharuch Heritage Program #Heritage Treasure Hunt program #highlight history
Here are a few more articles:
Read the Next Article