/connect-gujarat/media/post_banners/97881789e268603873a4027c38a31aa82c6f828f42ce902e4380f52d1d3ea3e9.jpg)
શ્રી કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન તેમજ હિમાલયન ધ્યાન યોગ પરિવાર દ્વારા ભરૂચના મકતમપુર ગામ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે 8 દિવાસીય ધ્યાન યોગ શિબરનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે, ત્યારે ધ્યાન જ એક માત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે એમ છે. હિમાલયમાં કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાનયોગ સંસ્કારને સમાજમાં જન સામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીના વિડીયો મારફતે પ્રવચનનું ભરૂચના મકતમપુર ગામ સ્થિતશ્રી સિદ્ધિવિનાયક મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 8 દિવસીય વિડિયો પ્રવચન સેમિનારના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભરૂચની ધર્મપ્રેમી જનતાએ ભાગ લઈ ધ્યાન યોગના સંસ્કાર ગ્રહણ કર્યા હતા. જેમાં માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય, વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય અને જીવનમાં કેવી રીતે સફળતા મેળવી શકાય તે અંગે વિવિધ ઉદાહરણો થકી અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.