/connect-gujarat/media/post_banners/6bab97eba23a6d7cdd1acea72b22f06c24e6778c092bafb7604fb1b8f2f02e9b.jpg)
ભરૂચની આલી કાછિયા પંચની વાડી ખાતે કાછિયા સમાજનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
સમાજસેતુ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા જ્ઞાતિના સ્થાનિક સેવકોનો સન્માન કાર્યક્રમ શ્રી કાછીઆ પટેલ મસાલા પંચ-આલી કાછીઆવાડ ભરૂચના સહયોગથી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના અગ્રણીઓનું સન્માન કરાયુ હતું.સમાજ સેતુ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા જ્ઞાતિના ગામેગામના સ્થાનિક જ્ઞાતિ સેવકોનો સેવા કરવાનો ઉત્સાહ વધે તે માટે ટ્રસ્ટ તરફથી સ્થાનિક જ્ઞાતિ સેવકોનો સન્માન કાર્યક્રમ નું આયોજન આલી કાછીયા પંચ ની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં જ્ઞાતિના સ્થાનિક સેવકોનું સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા