/connect-gujarat/media/post_banners/859b8a7cd526d8acc646311c90fde125f4607fd0d6b3be95cd6f7a4bb376ee14.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ વિસ્તારમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આજરોજ ડો. ક્રિના કોરલવાલાના નવલા સોપાન હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શિક્ષણવીદ પુષ્પાબેન પટેલના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકમાં મગજ અને કરોડરજ્જુને લગતા તમામ રોગ તેમજ ઓપરેશન સહિત ફ્રેકચર બાદની જરૂરી કસરતોની સારવાર મળી રહેશે. આ પ્રસંગે કોકિલાબેન વેણીલાલ કોરલવાલા, ડો. ક્રિના કોરલવાલાના પિતા રિપલ કોરલવાલા, માતા ગ્રીષ્મા કોરલવાલા, પતિ હર્ષ અને ભાથાવાલા પરિવાર સહિત મોટી સંખ્યામાં આમંત્રીતો, સ્વજનો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.