ભરૂચ: ઇદેમિલાદના પર્વની ઠેર ઠેર ઉજવણી,ઝૂલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે.

ભરૂચ: ઇદેમિલાદના પર્વની ઠેર ઠેર ઉજવણી,ઝૂલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
New Update

ભરૂચના નબીપુર ગામ ખાતે ઈદે મિલાદના પર્વ નિમિત્તે ઠેર ઠેર ઝૂલૂસ કાઢવામાં આવાયા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે જેને વિશ્વભરના મુસ્લિમો ઇદે મીલાદના નામે ઉજવણી કરે છે.આ પ્રસંગે ઝૂલુસ કાઢી તેની ઉજવણી કરાય છે. તે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે આ પ્રસંગની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાની રખાઈ હતી અને ત્યારબાદ જુમ્મા મસ્જિદના ઇમામના હસ્તે ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઝૂલુસને રવાનગી અપાઈ હતી.

આ ઝૂલુસમા બહોળા પ્રમાણમા ગ્રામજનો હાજર રહયા હતા. ઝૂલુસ ગામના મુખ્ય માર્ગો ઉપર નાત શરીફના પઠન સાથે શાંતિમય રીતે ફરી નબીપુર જુમ્મા મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વાર પર પૂર્ણાહૂતિ પામ્યું હતું અને નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે આવેલ પયગમ્બર સાહેબના બાલ મુબારકના દર્શન કરાવ્યા હતા ત્યાર પછી ગામની ભાગોળે નિયાજનો કાર્યક્રમ હતો જે શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ કરાયો હતો

#Bharuch #સફાઈ અભિયાન 2023 #eidelmaulud #ઇદે મિલાદ #ઝૂલૂસ #મુસ્લિમ બિરાદરો #Bharuch Eidemilad #EidMiladUnNabi #EidMilad #EidMiladunNabiMubarak #eid2023 #ઇદે મીલાદ #પયગમ્બર હઝરત મહમ્મદ
Here are a few more articles:
Read the Next Article