/connect-gujarat/media/post_banners/182c850f84e72cdbe3cf4238779c96658722c623b0680cdc8c8ea3ce6ff62e77.webp)
ભરૂચ શહેરના ભોલાવ ગામમાં સાહુડી દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતાં જ જીવદયાપ્રેમીઓ દ્વારા સાહુડીનું રેસ્કયુ કરી વન વિભાગને સોપવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં વરસાદી મહોલના કારણે રહેણાંક વિસ્તારોમાં જીવજંતુઓ આવી જવાના બનાવો બની રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. તેવામાં ભોલાવમાં સાહુડીએ દેખા દેતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો, ત્યારે નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારે માહિતી મળતા જ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રી અને મનોજ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા. તેઓએ સ્થળ પર પહોંચી સાહુડીનું રેસક્યું કરી સલામત રીતે પકડી લેવામાં આવી હતી. ત્યારબાદ સાહુડીને પડકી ભરૂચ વન વિભાગ ભરૂચને સોંપવામાં આવી હતી. તો બીજી તરફ, સાહુડી પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.