સ્નેડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે, ત્યારે આ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા આમંત્રિત લોકોએ વિસ્તૃત માહિતી મેળવી હતી.
એનર્જી મેનેજમેન્ટ અને નેક્સ્ટ જનરેશન ઓટોમેશન સોલ્યુશન્સના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્નેડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે, ત્યારે આ યાત્રા ભરૂચમાં આવી પહોંચતા આમંત્રિત લોકોએ માહિતી મેળવી હતી. કાર્બન-તટસ્થ યાત્રા ભારતના 60થી વધુ શહેરોની યાત્રા કરનાર છે. જેનો હેતુ દેશમાં સ્નેડર ઈલેક્ટ્રીકની 60 વર્ષની સફર અને IOT, ઈલેક્ટ્રિસિટી 4.0, ડિજિટાઈઝેશન અને સસ્ટેનેબિલિટીની અંદરની પ્રગતિ વિશે જ્ઞાન આપીને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે. આ કાર્બન-તટસ્થ યાત્રા ટકાઉ, ડિજિટલ અને નેક્સ્ટજેન ઓટોમેશન સોલ્યુશન્સ વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે. આ અનોખી ઝુંબેશએ ફ્લેગશિપ ગ્રીન યોધા પહેલનું વિસ્તરણ છે,જેનો ઉદ્દેશ વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચવાનો છે. આ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચી હતી, જ્યાં આમંત્રિત લોકોએ તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.