New Update
/connect-gujarat/media/post_banners/63354fb1235f040a78dbb62938d416b4caf9ab4239007afe93d81aa2864bbe46.jpg)
ભરૂચ નજીક ઝાડેશ્વર હાઇવે પર સ્થિત હોટલ સરોવરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની જગ્યા પર બાંધકામ કરી દીધું હતું.બૌડા દ્વારા હોટલ સંચાલકને વખતો વખત નોટિસ આપી દબાણ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા તાકીદ કરાઈ હતી.
અંતે આજે બૌડા દ્વારા પરવાનગી વગર બાંધકામને લઈ હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તંત્રના આ પગલાના કારણે અનઅધિકૃત બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.