જન હિતાર્થ ચેરીટેબલ ભરૂચ અને સખી વન સ્ટોપ દ્વારા ભારત સરકારની મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી માટે જન જાગૃતિ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો
સરકાર દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર થવાના ભાગરૂપે અનેક યોજનાઓ મૂકવામાં આવી છે પરંતુ આ યોજનાઓથી ઘણી મહિલાઓ અજાણ છે ત્યારે મહિલાઓમાં જાગૃત આવે અને તેઓ યોજનાનો લાભ લઈ શકે તે માટે ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચના સુપરમાર્કેટ નજીક જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવતીઓ આત્મનિર્ભર બને તે માટે સીવણ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે સાથે બ્યુટી પાર્લરના કોર્સ પણ કરાવવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને અને સરકારની યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે સરકારની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડવા માટે એક બેઠક મળી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નીતિન માને,જીજ્ઞાશા ગોસ્વામી માને તથા સખી વન સ્ટોપ સેન્ટર ભરુચના જહાનવી બેન, વર્ષાબેનની ઉપસ્થિતિમાં મહિલાઓ માટે સરકારે મૂકેલી વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ સ્પોટ સેન્ટર, નારી સંરક્ષણ ગૃહ, અભયમ 181 મહિલા હેલ્પલાઇન, મહિલા સ્વાવલંબન યોજના, સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તમામ બહેનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ આત્મનિર્ભર બને તે માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.