Connect Gujarat
ભરૂચ

ભરૂચ :જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

X

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભગવાન શનિદેવ મંદિરના આધ્યાત્મિક સભાખંડમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં કાર્યરત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ડેકન ફાઈન કેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટ પહોંચાડવાનું તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ જગતમાં પોતાના સમાજનું અને શાળાનું નામ રોશન કરે અને શિક્ષણમાં કોઈ કમી ન રહી જાય તે હેતુથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુકરવાડા ગામના ત્રિગુણાતીત આશ્રમના સંત લોકેશાનંદજી, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતીન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, ભરૂચ નગર પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story