ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકરોનું સન્માન કરાયું...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકરોનું સન્માન કરાયું...
New Update

ભરૂચ શહેરના આંબેડકર ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિવણની તાલીમ લઈ રહેલી તાલીમાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં જાનકી મીઠાઈવાલા, જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે, સોશિયલ વર્કર પ્રેમીલા વરમોડા, JCIના પૂર્વ પ્રમુખ દિશા ગાંધી, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ચિંતન તોલાટ, પૂજા ચોક્સી, જાનવી ભટ્ટ સહિત ડો. આરતી શ્રોફને પ્રમાણપત્ર અને મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સીવણ ક્લાસીસમાં તાલીમ લઈ રહેલી યુવતીઓને સીવણ કીટ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, સાયબર સેલના મહિલા પીઆઈ, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, જન હિતાર્થ ચેરીટેબલના ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તેયજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #honored #Jan Hitarth Charitable Trust #Women #social activists
Here are a few more articles:
Read the Next Article