/connect-gujarat/media/post_banners/18ccfe82c6f54a191ff6a8b1893ab35e798be0cc8e3ca9fb73550f91649ce327.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામમાં બસમાં મુસાફરી અંગે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દોથી અપમાનિત કરાતા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામમાં બસમાં બેસવા બાબતે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને ગામના જ એક વ્યક્તિએ જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરતાં વિદ્યાર્થીનીની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીના પરિવારજનોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. આવા ગુનાહીત માનસ ધરાવતા વ્યક્તિઓ આજના જ્ઞાનયુગ અને ઔધોગિક યુગમાં પણ પોતાની પછાત માનસિકતા પ્રદર્શિત કરે છે. તે પણ તેવા સમયમાં કે, જેને વડાપ્રધાન અમૃતકાળ નામ આપેલ છે. આવા સમયમાં આવી હલકી માનસિકતા જરાય પણ આ દેશને સ્વીકાર્ય નથી. આથી આવા ઈસમને તાત્કાલિક ધોરણે ન્યાયની પ્રક્રિયા હેઠળ કાયદાના સકંજામાં લાવી સજા કરાવી ભવિષ્યમાં થનાર આવા કૃત્યોને પણ રોકવા અંગે વિદ્યાર્થીનીના પરિજનોએ રજૂઆત કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/10/nr-2025-07-10-21-52-21.jpg)