Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો-કરાટે સ્પર્ધા યોજાય, 120થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો...

ભરૂચ શહેરની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે શાળાકીય સ્પર્ધા અંતર્ગત યુવક-યુવતીઓની જિલ્લા જુડો-કરાટે સ્પર્ધા યોજાય હતી.

X

ભરૂચ શહેરની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે શાળાકીય સ્પર્ધા અંતર્ગત યુવક-યુવતીઓની જિલ્લા જુડો-કરાટે સ્પર્ધા યોજાય હતી.જેમાં જિલ્લાભરમાંથી 120થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સૈકાથી પણ વધુ પુરાણી અને ભરૂચની ઐતિહાસિક એવી બટુકનાથ વ્યાયામ શાળા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લા જુડો એસોસિએશનના સહકારથી ભરૂચ જિલ્લાની જુડો-કરાટે સ્પર્ધા યોજાય હતી. આ શાળાકીય સ્પર્ધા અંતર્ગત અંડર 14, 17 અને 19 વિભાગમાં યુવક-યુવતીઓ માટે જુડો કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાના 120થી વધુ સ્પર્ધકોએ વિવિધ વિભાગમાં ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યને ઝળકાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધક રાજ્યસ્તરે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા જુડો એસોસિએશનના પ્રમુખ ગૌરવ ઠકકર, બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીન રાજપૂત, ટ્રસ્ટી અર્જુન રાવળ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવીન્દ્ર પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story