ભરૂચ: માત્ર સાત વર્ષનો ટાબરિયો અને નોધાવ્યા 5-5 વર્લ્ડ રેકોર્ડ,જુઓ ગૂગલ બોયની અસાધારણ સિધ્ધી

ગુગલ બોય તરીકે જાણીતા ભરૂચના અનય સિંગ નામના બાળકે માત્ર 7 વર્ષની ઉમરમાં 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

New Update
ભરૂચ: માત્ર સાત વર્ષનો ટાબરિયો અને નોધાવ્યા 5-5 વર્લ્ડ રેકોર્ડ,જુઓ ગૂગલ બોયની અસાધારણ સિધ્ધી

બાળપણની મજામાં મસ્ત આ બાળક સામાન્ય બાળક નથી પરંતુએ ગુગલ બોય છે..સર્ચ એન્જીન ગુગલ જેમ બધા સવાલોના જવાબ આપે છે એમ આ સાત વર્ષનો બાળક પણ મોટાભાગના તમામ સવાલોના જવાબ આપે છે.ભરૂચમાં રહેતા પ્રવીણ સિંગ અને ચારુલતા સિંગના આ પુત્ર અનય સિંગે માત્ર 7 વર્ષની ઉમરમાં 5-5 વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યા છે.અનય ભરૂચની ક્વીન ઓફ એજન્લ શાળામાં અભ્યાસ કરે છે અનયની સિદ્ધિ એ છે કે તે જનરલ નોલેજનાં સવાલોના જવાબ સેકન્ડોમાં આપે છે.અનય સિંગે પહેલો વર્લ્ડ રેકોર્ડ સાડા ત્રણ વર્ષની વયે નોધાવ્યો હતો જેમાં તે ૪૭ સેકંડમાં ભારત દેશના રાજ્યો અને તેના કેપિટલનાં નામ બોલી ગયો અત્યંત ધીંગામસ્તી કરતો અનય બાળપણથી જ નાનીનાની વસ્તુઓ જાણવામાં રસ ધરવતો હતો આથી તેના માતાપિતાએ તેને જનરલ નોલેજના પ્રશ્નનાં જવાબ આપવા પ્રોત્સાહિત કરે છે અને તેની આ રૂચિમાં વધારો કરે છે. અનયની સિધ્ધીઓ અંગે માહિતી આપવા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેના માતાપિતાએ માહિતી આપી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનઆ ટ્રસ્ટી યોગેશ પારિક અને એડમીન હેડ ધર્મેન્દ્ર પુષ્કરણાએ અનય સિંગનું સન્માન કર્યું હતું.અનય સિંગની સિધ્ધીઓ પર નજર કરીયે.

પ્રથમ વર્લ્ડ રેકોર્ડ:

વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન: ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

રાષ્ટ્રની મોટાભાગની રાજધાનીઓ એક મિનિટમાં જવાબ આપ્યો.

ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છત્રીસ (36) રાજધાનીઓનો 47 સેકન્ડમાં જવાબ આપ્યો.

ઉંમર: માત્ર 3 વર્ષ 8 મહિના

બીજો વર્લ્ડ રેકોર્ડ:

વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન: યુનિક વર્લ્ડ રેકોર્ડ્સ.

મોટાભાગના દેશોના રાષ્ટ્રપતિઓના નામ યાદ કરવા

2 મિનિટ 26 સેકન્ડમાં 100 દેશોના રાષ્ટ્રપતિઓના નામ યાદ કર્યા.

ઉંમર: માત્ર 4 વર્ષ 1 મહિનો

ત્રીજો વર્લ્ડ રેકોર્ડ:

વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન: હાઇ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.

45 અમેરિકન રાષ્ટ્રપતિઓના નામ યાદ રાખી બોલી જવા માટેનો સૌથી ઝડપી સમય

વર્ષ 1789 થી 2019 સુધીની સીરીયલ મુજબ અમેરિકન રાષ્ટ્રપતિઓના નામ માત્ર 55 સેકન્ડમાં વાંચ્યા.

ઉંમર: માત્ર 4 વર્ષ 9 મહિના

ચોથો વર્લ્ડ રેકોર્ડ:

વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન: વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ.

આધુનિક સામયિક કોષ્ટકના 100 તત્વોના નામ 90 સેકન્ડમાં તેમના અણુ ક્રમાંક મુજબ યાદ કરવા.

ઉંમર: માત્ર 5 વર્ષ 6 મહિના

પાંચમો વર્લ્ડ રેકોર્ડ:

વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન: ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ.

સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટ રાષ્ટ્રપતિની તસવીરો ઓળખી બતાવવું. 30 સેકન્ડમાં 28 નામ

ઉંમર: માત્ર 6 વર્ષ 8 મહિના

અનય સિંગએ જે 5મો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેમાં તેણે ઓછા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિની તસ્વીરો ઓળખી બતાવી હતી. માત્ર 7 વર્ષની ઉંમર અને 5 વર્લ્ડ રેકોર્ડ. અનયમાં માતા પિતા પુત્રની આ સિદ્ધિ બદલ ખુબ ગર્વ અનુભવે છે. તેઓ અનયને ભવિષ્યમાં IAS/IPA ઓફિસર બનાવી દેશ સેવામાં જોડવા માંગે છે.

Latest Stories