Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રખડતાં પશુઓનો મુખ્યમાર્ગો પર અડિંગો, કામધેનુ ગૌરક્ષા સમિતિને સોંપાઈ ઢોર પકડવાની કામગીરી

રાજમાર્ગો પર રખડતાં ઢોર-ઢાંખરોએ જમાવ્યો છે અડિંગો, રખડતાં પશુઓના કારણે લોકોમાં રહ્યો અકસ્માતનો ભય.

X

ભરૂચ શહેરના રાજમાર્ગો પર છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરો પોતાનો અડિંગો જમાવી રહ્યા છે. તો કેટલા માર્ગો પર આખલાઓ પણ અવારનવાર બાખડતા જોવા મળે છે, ત્યારે હવે કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા રસ્તે રખડતાં ઢોરોને પકડી પાંજરાપોળ ખસેડવાની કામગીરીને ફરી ધમધમતી કરવામાં આવી છે.

ભરૂચના રાજમાર્ગો પર છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોએ પોતાનો અડિંગો જમાવ્યો છે. એક તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડી પાંજરે પુરવાની વાતો કરાઈ રહી છે, તો બીજી તરફ શહેરના રાજમાર્ગો પર આખલાઓ પણ અવારનવાર બાખડતા જોવા મળે છે. જોકે, રસ્તે રખડતાં ઢોરોનો રાજમાર્ગો ઉપર જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કામધેનુ ગૌરક્ષા સમિતિને રસ્તા પર અડિંગો જમાવી ટ્રાફિકને અડચણરૂપ ઢોર-ઢાંખરોને પકડવાની કામગીરી સોંપવામાં આવી છે.

જેમાં આજરોજ કલેક્ટર કચેરી નજીકથી કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા 5થી વધુ પશુધનને પકડી પાંજરાપોળ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર જ રખડતાં પશુઓના કારણે થતાં અકસ્માતોને અટકાવવા માટે ફરી એકવાર પશુ પકડવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Next Story