Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરા ગ્રામ પંચાયત કચેરીને કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપનીએ રંગ રોગાન કરાવ્યુ..!

ભરૂચના વાગરાના અરગામા કેમીકલ એસ્ટેટ માં આવેલ કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની સી.એસ.આર પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે.

ભરૂચ: વાગરા ગ્રામ પંચાયત કચેરીને કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપનીએ રંગ રોગાન કરાવ્યુ..!
X

ભરૂચના વાગરા ગ્રામ પંચાયત ઘરને નેરોલેક કંપનીએ રંગરોગાન કરતા સરપંચ,સભ્યો અને ગ્રામજનો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.ગ્રામ પંચાયતે પંચાયતના નવીનીકરણ અંગે કાર્યક્રમ યોજ્યો હતો.

ભરૂચના વાગરાના અરગામા કેમીકલ એસ્ટેટ માં આવેલ કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની સી.એસ.આર પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે. કંપની દ્વારા આસપાસ ના ગામો સહિત ભરૂચ જિલ્લા માં શૈક્ષણિક, સામાજિક તેમજ આરોગ્ય લક્ષી સેવાઓનો વેગ વધાર્યો છે.બાળકોમાં કૌશલ્યો નો વિકાસ થાય એ તરફ પણ લક્ષ રાખી કંપની કાર્ય કરી રહી છે.નેરોલેક કંપનીએ વાગરા ગ્રામ પંચાયત કચેરી ને કલર કામ કરી કચેરી ને નવીન કરી સરાહનીય કાર્ય કર્યું હતુ.નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ ની ઉપસ્થિતિમાં રોટરી કલબ ભરૂચ ના પ્રમુખ રિઝવાના જમીનદારે રિબન કાપી રીનોવેટ થયેલ પંચાયત કચેરીને ખુલ્લી મૂકી હતી.ઉપસ્થિત ગ્રામજનોએ ઉદ્દઘાટન પ્રસંગને વધાવી લીધો હતો.આ તબક્કે ગામ અગ્રણી એ કંપની સત્તાધીશો નો આભાર માન્યો હતો.ઉદ્દઘાટનના કાર્યક્રમમાં કંપનીના સી.એસ.ઓ. પરેશ પટેલ,એચ આર મેનેજર પ્રણવ પારેખ,એમ.ઇ વિભાગના રવિ પ્રજાપતિ,એન્જીનીયરીંગ ઓફિસર હિરેન સુરતી,,અગ્રણી જાબીરભાઈ,સભ્ય સીરાજભાઈ દીવાન,શૈલેન્દ્રસિંહ દરબાર સહિત ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story