Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ-વિશાખાબા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને સ્વેટર-ધાબડાનું વિતરણ કરાયું

શિયાળાની મીઠી શરૂઆત થઈ હોય, ત્યાં વહેલી સવારે શાળાએ જતાં બાળકોને સ્વેટરની જરૂરિયાત વર્તાય છે. આ સાથે જ ઠંડીની અસર વૃદ્ધ-વડીલોને પણ થતી હોય છે

X

કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ, સાયખા તેમજ વિશાખાબા ફાઉન્ડેશન, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિયાળાની મીઠી શરૂઆત થઈ હોય, ત્યાં વહેલી સવારે શાળાએ જતાં બાળકોને સ્વેટરની જરૂરિયાત વર્તાય છે. આ સાથે જ ઠંડીની અસર વૃદ્ધ-વડીલોને પણ થતી હોય છે, ત્યારે કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ, સાયખાના CSR ફન્ડ તેમજ વિશાખાબા ફાઉન્ડેશન, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વાગરા તાલુકાના રહાડ ગામની પ્રાથમિક શાળા તથા ભરૂચની શાંતિનિકેતન શાળા ખાતે 300 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વડીલોના ઘરમાં રહેતા વૃદ્ધોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ, સાયખાના સાઈટ હેડ રાજેશ પટેલ, વિશાખાબા ફાઉન્ડેશનના ટ્રસ્ટીગણ અને પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તથા કિંજલબા ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કંપની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story