ભરૂચ : 100% ટકા નામાંકન સાથે તંત્રના મતદાન જાગૃતિ અભિયાનને કિન્નર સમાજનો ત્વરિત પ્રતિસાદ...

મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતાં કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી

New Update
ભરૂચ : 100% ટકા નામાંકન સાથે તંત્રના મતદાન જાગૃતિ અભિયાનને કિન્નર સમાજનો ત્વરિત પ્રતિસાદ...

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

વિવિધ સંગઠનો-સમાજને સાથે રાખી અભિયાન છેડાયું

કલેક્ટર કચેરી ખાતે કિન્નર સમાજ સાથે યોજાય બેઠક

મતદાન જાગૃતિ અભિયાને કિન્નર સમાજનો પ્રતિસાદ

કિન્નર સમાજનું 100% ટકા નામાંકન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસો વિવિધ સંગઠનો અને સમાજને સાથે રાખીને કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કિન્નર સમાજ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતાં કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી હતી. આગામી લોકસભા ચૂંટણી દરમ્યાન ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અવનવા પ્રયાસો કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

Advertisment

ભરૂચ જિલ્લા કલેકટરે કરેલી અપીલને કિન્નર સમાજ દ્વારા ત્વરિત પ્રતિસાદ સહ મતદાન જાગૃતિ માટે તેઓનો તમામ સહયોગ આપવાની ખાતરી આપી આગામી દિવસોમાં મતદારોને જાગૃત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવા સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી માટે ભરૂચના કિન્નર સમાજનું 100% નામાંકન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓના સહકાર બદલ ખુશી વ્યક્ત કરી હતી. કિન્નર સમાજના કોકિલા કુંવર બાએ મતદાનના મહા પર્વમાં તેઓના સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે યોગદાન આપી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.