Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કલકત્તાનું શિક્ષક દંપત્તિ પાવન સલીલા માં નર્મદાનાં દર્શન કરી થયુ અભિભુત,જુઓ ક્યાંથી મળી પ્રેરણા

પશ્ચિમ બંગાળના કલકત્તામાં રહેતા શિક્ષક દંપત્તિએ ભરૂચમાં પાવન સલીલા માં નર્મદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

X

પશ્ચિમ બંગાળના કલકત્તામાં રહેતા શિક્ષક દંપત્તિએ ભરૂચમાં પાવન સલીલા માં નર્મદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દંપત્તિએ નર્મદા તીર્થ સ્થાનકોના પણ દર્શન કર્યા હતા

કહેવાય છે ને કે દુનિયાના ગમે તે છેડા પર નર્મદા મૈયાના ભક્તો રહેતા હોય તેવા ભક્તોને દર્શન માટે માં નર્મદા તેઓને પોતાના તરફ આકર્ષે છે. બસ આવું જ કંઈક પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં રહેતા અને વ્યવસાયે પ્રોફેસર એવા સાઉન મુખપાધ્યાય એક કોલેજમાં સ્પેનિશ લેંગ્વેજ ભણાવે છે જેઓ નાના હતા તે સમયે તેઓના માતા-પિતા સાથે ભરૂચ જિલ્લામાં આવ્યા હતા જે બાદ સમય જતા તેઓ કોલેજમાં હતા તે સમયે ટીવી પર ઓમકારેશ્વરના દર્શન નામનો એક કાર્યક્રમ નિહાળ્યો હતો. જે કાર્યક્રમને જોઈ તેઓએ મન બનાવી લીધું હતું કે નર્મદા મૈયા તરફ તેઓનો ખીંચાવ વધુ મજબૂત બન્યો હતો.આ દંપતીએ 1950માં શૈલેન્દ્ર ઘોષલ શાસ્ત્રી લિખિત તપોભૂમિ નર્મદા પુસ્તકને વાંચી નર્મદા મૈયાના દર્શને નીકળ્યું છે આ તપોભૂમિ નર્મદાના પુસ્તકને સહારે દંપતી નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી તેનું નોંધ લઈ રહ્યું છે. પુસ્તકના સમય બાદ હાલ બદલાવ જોવા મળી રહ્યો હોવાનું પણ દંપતી જણાવી રહ્યું છે. નર્મદા નદીની પરિક્રમા રેવાના સાક્ષાત્કાર કરાવે છે.જેથી જ ગર્વમેન્ટ ઓફ ઈંડિયાના ટુરિઝ ગાઈડ સાઉન મુખપાધ્યાય નર્મદા મૈયાના અને નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી પોતાની ખુશીમાં તરબોળ થયા છે

Next Story