Connect Gujarat
ભરૂચ

ભરૂચ : LCB એ મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂ સહિત 7.41 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

ભરૂચ : LCB એ મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂ સહિત 7.41 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
X

ભરૂચ એલસીબીએ મારવાડી ટેકરા વિસ્તારમાં મકાન અને વાહનોમાંથી 1.76 લાખનો વિદેશી દારૂ સહિત 7.41 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતીને લઈ ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અસામાજીક પ્રવૃતિ સદંતર બંધ રાખવા,લીસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃતિ ઉપર વોચ રાખી આપેલ સુચનાએ આધારે એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ., એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઇ હનીફ ઉર્ફે હજી ઇમરાનશા દિવાન વિદેશી દારુ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે.અને છાની છુપી રીતે પોતાના મળતીયાઓ દ્વારા વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી ફોરવ્હીલ ગાડી નંબર-GJ-16-DG-9719 તેમજ નમ્બર પ્લેટ વિનાની જ્યુપીટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુની રૂમમાંથી વિદેશી દારૂ 1211 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.76 લાખ અને બે વાહનો સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કસક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોક ફાટલો ઠાકોરભાઇ પરમાર તેમજ સરફરાજ ઉર્ફે શેરુ સમદભાઇ મંસુરીને ઝડપી પાડ્યો હતો.જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાનશા દિવાન,હનીફ ઉર્ફે હજી ઇમરાનશા દિવાન અને દર્શન ઉર્ફે હારુ પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story