/connect-gujarat/media/post_banners/c2ad25d9fa247b0474c3e36b28e4dd8503eb2044efd14e10000376c39d00736a.webp)
ભરૂચ જીલ્લાના વાલીયા-નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે અભ્યારણ બની જવા પામ્યા છે.અવરનવર દીપડો પાંજરે પુરાવા અને માનવવસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ભાવેશભાઇ રામસિંહ વાંસદીયાનો પેટ્રોલપંપ આવેલ છે. પેટ્રોલપંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે.પેટ્રોલપંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલપંપની આઠ ઉંચી દિવાલ કુદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કયૉ હતો.પરંતુ ભારો ઘોંઘાટ થતાં અને પેટ્રોલપંપના કમઁચારીઓ જાગી જતાં દીપડો ફરાર થઇ ગયો હતો.ત્યારબાદ કેલ્વીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજીબાવા સુરતીયાના ઘરે પાળેલા બે શ્વાનના બચ્ચાનો દીપડા એ શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.નેત્રંગ વનવિભાગ બનાવની ગંભરીતા જાણી દીપડાને પાંજરે પુરવાની કાયઁવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.