ભરૂચ : વાગરાના લખીગામેથી અંબાજી જવા માઁ શક્તિ પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું...

આ સંઘ આજે કડોદરા ગામે આવી પહોંચતા ગામના મહિલા મંડળો દ્વારા માતાજીની આરાધના સાથે ગામના પાદર સુધી ગયા હતા,

ભરૂચ : વાગરાના લખીગામેથી અંબાજી જવા માઁ શક્તિ પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું...
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ લખાબાવા દાદાના મંદિરે માતાજીની ધજાની પૂજા-અર્ચના કરી માઁ શક્તિ પદયાત્રા સંઘ લખાબાવા દાદાના મંદિરથી અંબાજી જવાની શુભ શરૂઆત કરવામાં આવે છે.

આ સંઘ આજે કડોદરા ગામે આવી પહોંચતા ગામના મહિલા મંડળો દ્વારા માતાજીની આરાધના સાથે ગામના પાદર સુધી ગયા હતા, અને ગામના પાદરમાંથી ગામની સ્કૂલની બાળાઓ દ્વારા માઁ પદયાત્રા સંઘના રથને ફૂલોથી વધાવી માતાજીના શુભ આશિષ લીધા હતા. ગામના મહિલા મંડળો દ્વારા કડોદરા ગામના પાદરથી માતાજીના રથના સામૈયું કરવામાં આવ્યું હતું, અને DJના તાલ સાથે સૌ ભાવિક ભક્તો ઝુમી ઉઠ્યા હતા. આ પદયાત્રામાં લખીગામ તેમજ આજુબાજુના ગામના 200થી 250 ભાવિક ભક્તો જોડાય છે. આ સંઘની શરૂઆત સ્વ. મનહર ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. આજે આ સંઘ 13 વર્ષ પૂર્ણ કરીને 14માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમ આ સંઘના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. આ સંઘમાં સેવા આપવા માટે પણ અનેક લોકો જોડાય છે. માઁ પદયાત્રા સંઘ ભાદરવા સુદ અગિયારસના દિવસે માતાજીના સાનિધ્યમાં એટલે માતાજીના ચોકમાં પહોંચે છે, અને ભાદરવા સુદ બારસના દિવસે માતાજીના મંદિર પર ધજા રોહણ કરવામાં આવે છે.

#Bharuch #Gujarat #CGNews #Lakhigam #Maa Shakti Padayatra Sangh #Vagra to Ambaji
Here are a few more articles:
Read the Next Article