/connect-gujarat/media/post_banners/c6d232949e9210698fd2e71dd1db70dbf6ab066d97607bb8fef88f92ca7402f6.jpg)
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યાં છે.
તે અંતર્ગત ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિધાર્થીનીઓ દ્વારા 12 કલાકનો અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી પુરી મતદાન માટે જાગૃત લાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો .આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ,ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મવાણી,જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા રાઉલ સહિતના અધિકારીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.