/connect-gujarat/media/post_banners/868955f25606a402bcd0d218004cdd82f9ca8c92274e402897ab1e204bd15221.jpg)
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર ખાતે અનોખા મૈત્રી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરના ભોળાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળાની રજત જયંતી ઉજવણી પ્રસંગે શાળાનાં પ્રગતિક્રમમાં જેમનું જેમનું યોગદાન રહયું હતુ.આ કાર્યક્રમમાં નગર, જિલ્લો, રાજય અને રાષ્ટ્રનાં મહાનુભવો, સાહિત્યકારો વિવિધક્ષેત્રનાં તજજ્ઞઓ, જેમને શાળાના કાર્યમાં સતત માર્ગદર્શન આપ્યું,હૂંફ અને પ્રેમ સ્નેહ આપ્યો છે તેવા શુભચિંતક,હિતચિંતક તેવાં સૌ સ્નેહીજનોને હાજર રહીને ઋણ સ્વીકારી શાળા સાથે સંસ્મરણોને વાગોળ્યા હતાં.
આ કાર્યક્રમમાં શાળાના .શિક્ષકો,મહેમાન મહાનુભાવો, સાહિત્યકારો તથા જિલ્લાનાં અગ્રણી મહાનુભાવોએ શાળા માટેની શુભકામનાને વ્યક્ત કરતાં શિક્ષણનાં પોતાના વિચારો અને શુભેચ્છા સંદેશને શાળાને આપ્યા હતો. સાથે તેનું સંકલન પુસ્તક “સ્મરબ્રિકા” રૂપે પ્રગટ કર્યું તેનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજયનાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ કલેકટર તુષાર સુમેરા, જિલ્લા શિક્ષણાધિકારી કિશનસિંહ વસાવા,પૂર્વ નાયબ દંડક દુષ્યંત પટેલ શાળાના ટ્રસ્ટીઓ જે.ડી પંચાલ તથા લેખક ડૉ. શરદ ઠાકર વિશેષ ઉપસ્થિત રહયા હતા.