ભરૂચ : G-20 થીમ આધારિત માટીમાંથી શ્રીજીની 20 પ્રતિમાનું નિર્માણ, કે.જે.ચોક્સી લાઈબ્રેરીના ગ્રંથપાલની અનોખી પહેલ...

ભરૂચ : G-20 થીમ આધારિત માટીમાંથી શ્રીજીની 20 પ્રતિમાનું નિર્માણ, કે.જે.ચોક્સી લાઈબ્રેરીના ગ્રંથપાલની અનોખી પહેલ...
New Update

ભરૂચવાસીઓ માટે આ વર્ષે અનોખો અવસર બનવા જઈ રહ્યો છે. છેલ્લાં 21 વર્ષથી માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવતા ભરૂચના ગ્રંથપાલ નરેન્દ્ર સોનારે આ વખતે G-20 થીમ આધારિત શાયુ માટીના ઉપયોગથી ગણેશજીની 20 પ્રતિમા માત્ર 3 દિવસમાં તૈયાર કરી છે.

છેલ્લાં 21 વર્ષથી માટીમાંથી ગણેશની પ્રતિમા બનાવતા ભરૂચની કે.જે.પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનારે આ વખતે ફેસ્ટિવલ ઓફ લાયબ્રેરી દિલ્હીના કાર્યક્રમમાં જતાં ભારત દેશ માટે લાગેલા G-20ના બેનર જોવા મળતાં જ “G” એટલે ગણેશજીને ગણીને 20 માટીના ગણપતિ બનાવવાનું નક્કી કર્યુ હતું. તેઓએ માત્ર 3 દિવસમાં 20 ગણેશ પ્રતિમા તૈયાર કરી છે. ગ્રંથપાલ અને ગણેશ પ્રતિમાકાર 53 વર્ષીય નરેન્દ્ર સોનારને પુસ્તકો સાથે અનોખી મિત્રતા છે. સાથે ક્રિએટિવ વર્ક કરવામાં પણ તેઓ જાણીતા છે. તેઓ વર્ષ 2002થી પોતાના ઘર માટે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવતા આવ્યા છે, અને હવે તેઓ લાયબ્રેરી માટે પણ વિવિધ થીમ આધારિત ગણેશજીની પ્રતિમા બનાવી રહ્યા છે. વર્ષ 2008થી લાયબ્રેરીમાં આવ્યા બાદ દર વર્ષે લચીલી અને ચીકણી એવી શાયુ માટીના ઉપયોગથી શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. આ ગણેશ પ્રતિમાથી રિસાઈકલિંગ થાય છે, જે પ્રતિમાને વિસર્જિત કરવાથી તે જ માટીમાંથી ફરીવાર પ્રતિમા સર્જિત પણ કરી શકાય છે, અને આમ કરવાથી પર્યાવરણનું જતન પણ થાય છે. હાલમાં નરેન્દ્ર સોનાર દિલ્હી ખાતે ફેસ્ટિવલ ઓફ લાયબ્રેરીમાં ગયા હતા, ત્યારે બહાર G-20ના બેનર્સ જોવા મળ્યા હતા, અને એ વખતે તેમને એવો વિચાર આવ્યો કે, ભારત દેશ G-20માં વિશ્વના અન્ય દેશોને આવકારવા માટે ઉત્કૃષ્ટ છે, ત્યારે તેમણે Gનો મતલબ ગણેશજી ગણીને ધ્યાન મુદ્રામાં બેસેલ 20 ગણેશજીની પ્રતિમા માત્ર 3 દિવસમાં જ તૈયાર કરી લાયબ્રેરીમાં મુકવા માટે અનોખી થીમ તૈયાર કરી છે.

#Bharuch #Gujarat #CGNews #Sriji #20 statues #G-20 theme #KJ Choksi Library
Here are a few more articles:
Read the Next Article