ભરૂચ : વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રીહેબ સેન્ટર ખાતે મમતા મહોત્સવની ઉજવણી કરાય...

વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત ભરૂચ શહેરના મમતા રીહેબ સેન્ટર ખાતે મમતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રીહેબ સેન્ટર ખાતે મમતા મહોત્સવની ઉજવણી કરાય...

વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત ભરૂચ શહેરના મમતા રીહેબ સેન્ટર ખાતે મમતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના મમતા રીહેબ સેન્ટર ખાતે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના સહયોગથી મમતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ ઐયુબ અકુજીની અધ્યક્ષતામાં મમતા મહોત્સવ યોજાયો હતો. પુષ્પા ઈમ્પોસિબલના એક્ટર અને આ બાળકો પૈકી ઉદાહરણરૂપ એવા હંસ એસ્લોટ ઉર્ફે ગોલુ અને તેમના માતા-પિતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે માસૂમ બાળકોએ પોતાની અનોખી કલા-કૃતિ બતાવી પધારેલા મહેમાનોની આંખો અશ્રુઓથી ભરી દીધી. આ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે નેહલ ગઢવી હાજર રહ્યા હતા. તેઓએ મમતા રીહેબ સેન્ટરની કામગીરીને બિરદાવીતા જણાવ્યુ હતું કે, મમતા રીહેબ સેન્ટર એ બૌદ્ધિક અક્ષમ બાળકો માટે આશીર્વાદરૂપ છે, અને હું મમતાને ખૂબ અભિનંદન પાઠવું છું. મમતા રીહેબ સેન્ટરના ઇન્ચાર્જ હનીફ પટેલે જણાવ્યુ હતું કે, મમતા રીહેબ સેન્ટર એ બોદ્ધીક અક્ષમ બાળકો માટે વિશ્વાસ અને સંયમની દુનિયા છે, અને અમે એમની આ દુનિયાને હંમેશા સાચવીને રાખીશું. મમતા મહોત્સવમાં મમતા રીહેબ સેન્ટરના એડવાઈઝરી સમિતિના સભ્યો મેઘના જોષી, ચેતના દેસાઈ અને યેશા શેઠ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને બાળકોના માતા-પિતા ઊપસ્થિત રહ્યા હતા.

Latest Stories