વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમજ વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે પ્રગટ બ્રહાસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તેમજ BAPS બાળ પ્રવૃત્તિ દ્વારા આયોજિત વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત સંસ્થાના ૩૦ હજારથી વધુ બાળ-બાલિકાઓ દ્વારા 30 લાખથી વધુ લોકોને સંપર્ક કરી તેમનું જીવન વ્યસન મુક્ત તેમજ આદર્શ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ હાથ ધરવામાં આવ્યો છે.
આ મહા અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે ભરૂચ શહેરના રાજમાર્ગો પર ભવ્ય વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પરમ પૂજ્ય સ્વામી અનિર્દેશ સ્વામીજી તેમજ સંતોના માર્ગદર્શન હેઠળ વ્યસનમુક્તિ રેલી નીકળી હતી. આ વ્યસનમુક્તિ રેલીને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ભાજપ મહામંત્રી નીરલ પટેલ સહિત અન્ય અગ્રણીઓ સંતો-મહંતો દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.