ભરૂચની અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા મનો દિવ્યાંગ બાળકો માટે દર વર્ષે પિકનિક નું આયોજન શૈક્ષણિક હેતુસર કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ તથા અરુણાબેન પટેલને હંમેશા બાળકો સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ પડે છે. તેઓ વધારે સંસ્થા પર રહી, બાળકોની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે તેઓ તેમનો સતત પ્રયત્ન હોય છે. ખાસ કરીને પ્રવાસમાં બાળકો સાથે આવવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી . કડિયા ડુંગર(તા.વાલીયા), ઇસ્કોન મંદિર મુલદ ચોકડી ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાળકોએ ખૂબ આનંદ અને ઉલ્લાસભેર પ્રવાસની મજા માણી હતી. સીતારામ મહિલા ગ્રુપના અલકાબેન પટેલ USAના આર્થિક સહયોગથી પિકનિકનું આયોજન ખૂબ ઉતમ રીતે કરી શકાયું. સંસ્થા દ્વારા દાતા સીતારામ મંડળના બહેનોનો, સ્થાપક પરિવાર તથા તજ ટ્રસ્ટ મંડળ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
ભરૂચ: અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનો દિવ્યાંગ બાળકોએ કડિયા ડુંગરની લીધી મુલાકાત
ભરૂચની અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા મનો દિવ્યાંગ બાળકો માટે દર વર્ષે પિકનિક નું આયોજન શૈક્ષણિક હેતુસર કરવામાં આવે છે.
New Update