Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જુની કલેક્ટર કચેરી પરિસરમાં નવનિર્મિત બેંચમાર્ક ગાર્ડનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

X

જુની કલેક્ટર કચેરી પરિસરમાં બેંચમાર્ક ગાર્ડનનું કરાયું નિર્માણ

ધારાસભ્ય સહિત અધિક નિવાસી કલેક્ટર દ્વારા લોકાર્પણ કરાયું

બૌડાની તમામ કામગીરીને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બિરદાવી

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્વારા જુની કલેક્ટર કચેરીના પરિસરમાં બેંચમાર્ક ગાર્ડનનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અધિક નિવાસી કલેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી એન.આર.ધાંધલના હસ્તે રિબિન કાપી બેંચમાર્ક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ બેંચમાર્ક ગાર્ડનમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષરોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,ભરૂચની જનતાને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ પર ખૂબ અપેક્ષાઓ છે. જેમ બૌડા કચેરીના પરિસરમાં આવેલા બેંચમાર્ક પોઈન્ટ પાસે સુંદર ઉદ્યાન બનાવ્યું છે. તેવી જ રીતે ભરૂચમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટો પણ ભરૂચની જનતા માટે એક નવો બેંચમાર્ક સાબિત થાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કરી બૌડાની કામગીરીને ધારાસભ્યએ બિરદાવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ, બૌડાના અધિકારી નિતિન પટેલ, હેમંત શાહ, રિતેશ અમિન સહિતના અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story