ભરૂચ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 3 ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું...

New Update
ભરૂચ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 3 ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું...

ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ શ્રમિકોની લેવાતી દરકાર

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ

વિવિધ વિસ્તારોમાં ધન્વંતરિ આરોગ્ય રથ આપશે વિનામુલ્યે સેવા

ગુજરાત રાજ્ય એટલે વિવિધ માનવીય ફૂલોનો બગીચો, જે બગીચામાં ફૂલોની સુગંધ ભળી જાય, તેમ દરેક પ્રાંતના લોકો ગુજરાતમાં ભળી ગયા છે. સૌનો સાથ-સૌનો વિકાસ સૂત્ર સાથે સૌને પોતાના ખોળામાં લાડ લડાવતું ગુજરાત જેમાં ધનિકો સ્વાસ્થ્ય માટે આર્થિક રીતે લડવા માટે સક્ષમ છે. પરંતુ ઘણા શ્રમિકો અને શ્રમયોગી હોય છે, જે રોજ કમાઈને રોજ ખાય છે. એવામાં તે બિમાર પડે તો એ રોજી કમાવવા જશે કે, દવાખાને જશે, તેવી રાજ્ય સરકારે મુંઝવણ અનુભવી અને તમામની દરકાર લીધી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના આરોગ્યની ચિંતા કરી ધન્વંતરિ રથની શરૂઆત કરી છે. જેમાં શ્રમિક દવાખાના સુધીના પહોંચી શકે તે માટે ખુદ હરતું-ફરતું દવાખાનું સ્વયં ઈલાજ માટે જાય તે વાત જ કેટલી વંદનીય અને ઉત્કૃષ્ટ વિચારવાળી છે. શ્રમિકોને મફત આરોગ્યની સેવા બાંધકામના સ્થળે, શ્રમિક વસાહતોમાં તેમજ કડીયાનાકા પર મળી રહે તેવા મિશન સાથે ધન્વંતરિ આરોગ્ય રથની સેવા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ પહેલને આગળ વધુ વેગ આપવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા શહેરના ભોલાવ વિસ્તારમાંથી અધ્યતન સુવિધાઓથી સજ્જ 3 નવા ધન્વંતરિ આરોગ્ય રથને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરૂચ જીલ્લા નિરીક્ષક પી.કે.પટેલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભરૂચ જીલ્લા પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ તેમજ મુખ્ય EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના 108ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, ધન્વંતરિ આરોગ્ય રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર સચિન સુથાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories