ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે PM વિશ્વકર્મા યોજનાના શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી કરાય...

ભરૂચ શહેરના લાલબજાર વિસ્તાર સ્થિત જન શિક્ષણ સંસ્થાન ખાતે પી.એમ. વિશ્વકર્મા યોજનાનો શુભારંભ સાથે આતંરરાષ્ટ્રિય માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બીનકુશળ/કુશળ હસ્ત કારીગરોને પદ્ધતિસરની તાલીમ બાદ સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમનાં કૌશલ્યને વિકસીત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઉંચુ લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરી કરવામાં આવ્યા છે. જેમાં જન શિક્ષણ સંસ્થાન-ભરૂચને દ્વારા વિવિધ પ્રકારના હુનર કરતા ભાઈ-બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન-ભરૂચ ખાતે યોજાનાર તાલીમનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભરૂચના નાયબ ઉદ્યોગ કમિશ્નર જે.બી.દવેના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાના શુભારંભ કરવામાં આવ્યો હતો. માતૃભાષા દિવસની ઉજવણી કરી તાલીમાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગીતા રણા, જે.એસ.એસ. ભરૂચના બોર્ડ મેમ્બર ઈન્દિરા રાજ તથા લીડ બેન્ક મેનેજર જે.એસ.પરમાર સહિત સંસ્થાના નિયામક ઝયનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.